Saturday, September 7, 2013

બંધ મુદ્દે અ’વાદ ‘વહેંચાયું’! પૂર્વ-કોટ વિસ્તારો બંધ, પ‌શ્ચિ‌મ આખું ચાલુ

કોંગ્રેસ દ્વારા શુક્રવારે અપાયેલા ગુજરાત બંધના એલાનને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તેમાં પણ શહેરના પ‌શ્ચિ‌મમાં તો ક્યાંય બંધની અસર જોવા મળી ન હતી, જ્યારે પૂર્વના તેમજ કોટના કેટલાક વિસ્તારોમાં બપોર સુધી બંધની અસર જોવા મળી હતી. જ્યારે બપોર પછી ત્યાં પણ લોકોએ ધંધા રોજગાર ચાલુ કરી દીધા હતા.

જો કે સવારથી જ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરો શાળા-કોલેજો અને દુકાનો બંધ કરાવવા નીકળી પડયા હતા, જેની સામે ભાજપના પણ ર્કોપોરેટરો અને આગેવાનો પણ બંધ દુકાનો ચાલુ કરાવવા નીકળી પડયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ એએમટીએસની બાવન અને બીઆરટીએસની ૧ અને એસટીની બે એમ કુલ પપ બસોને ટાર્ગેટ કરીને પથ્થરમારો કરી નુકસાન પહોંચાડયું હતું. આ માટે પોલીસે અમદાવાદમાંથી કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો તેમજ કાર્યકરો સહિ‌ત ૩પ૦ લોકોની અટકાયત કરી હતી.

પૂર્વ-કોટ વિસ્તારો બંધ, પ‌શ્ચિ‌મ આખું ચાલુ : સવારે બંધ રહેલી દુકાનો બપોર પછી ચાલુ
બંધને નિષ્ફળ બનાવવા સવારે ૬ વાગ્યાથી જ હજારો પોલીસ કર્મચારીઓ શહેરભરમાં ખડકી દેવાયા
શાળા-કોલેજો-મોલ-મલ્ટિપ્લેક્સ-બેંકો, માર્કેટોની બહાર સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
કોંગ્રેસી કાર્યકરોએ મોટાભાગે જાહેર પરિવહનનાં સાધનોને જ નિશાન બનાવ્યાં
 મુખ્યપ્રધાનના મતવિસ્તારમાં જવાહર ચોક વિસ્તાર મહદઅંશે બંધ
૪પ૦૦થી વધુની ધરપકડ, ૨૦ હજારથી વધુની અટક
કોંગ્રેસી કાર્યકરોએ ટાયરો બાળી રસ્તા રોકવા પ્રયાસ કર્યા



Source-Divyebhasker

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Receive All Free Updates Via Facebook.