Tuesday, September 24, 2013

ગુજરાતમાં થાય છે 'મહાભારત'નું શૂટિંગ, 120 કરોડનો ભવ્ય સેટ





સિદ્ધાર્થ તિવારીની સીરિયલ 'મહાભારત'નું પ્રસારણ ખાનગી ચેનલ પર થઈ રહ્યું છે. 16 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી આ સીરિયલ સ્વસ્તિક ફિલ્મ કંપનીએ બનાવી છે. ઉલ્લેખનીય છે કે લગભગ 30 વર્ષ પહેલાં બી આર ચોપરાએ બનાવેલી 'મહાભારત' સીરિયલ સુપરડુપર હિટ રહી હતી. આ સીરિયલ દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. આ સીરિયલને રાહી માસૂમ રઝાએ લખી હતી.

આ વખતે 'મહાભારત' હિટ થશે કે નહીં તે તો અલગ જ વાત છે. જોકે, આ વખતે આ સીરિયલના સેટ, સ્ટારકાસ્ટ અને કપડાંને લઈને ઘણી જ ચર્ચાઓ થઈ રહી છે. આ સીરિયલમાં વૈભવી ઠાઠ બતાવવા માટે ઘણો જ ખર્ચો કરવામાં આવ્યો છે.

ગુજરાતના ઉમરગામમાં બનેલો સેટ 10 એકરમાં ફેલાયેલો છે. આર્ટ ડિરેક્ટર ઓમુંગ કુમારે આ સેટ ડિઝાઈન કર્યો છે. ઓમુંગ કુમાર ઓલમ્પિક વિજેતા મેરીકોમની આત્મકથા પરથી બનેતી ફિલ્મને પણ ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં છે.





No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Receive All Free Updates Via Facebook.