16 વર્ષની સગીર વિદ્યાર્થિની સાથે કથિત બળાત્કારના કેસમાં ફસાયેલા આસારામના છિંદવાડા ગુરુકુળની વોર્ડન શિલ્પી ઉર્ફે અંચિતા ગુપ્તાએ બુધવારે કોર્ટ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. શિલ્પીના આગોતરા અંગે જસ્ટીસ નિર્મલજીત કૌરની કોર્ટમાં ચર્ચા થઈ હતી. કોર્ટે શિપ્લીની આગોતર જામીન અરજી ફગાવી દીધી હતી.
બચાવ પક્ષ દ્વારા ગત શુક્રવારે આ અંગે દલીલો પૂર્ણ કરવામાં આવી હતી અને ફરિયાદી પક્ષ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સમયની મર્યાદાને લીધે સુનાવણી બુધવાર ઉપર ટળી હતી. જેને પગલે આજે શિલ્પી કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું. શિલ્પી વિરુદ્ધ આસારામને છોકરીઓ સપલ્યા કરવાનો આક્ષેપ છે.
Source- www.divyabhaskar. co.in
No comments:
Post a Comment