Tuesday, September 24, 2013

આસારામનો લેટરબોમ્બ, 'જોધપુર પોલીસને જે કરવું હોય તે કરે



અસામાજિક તત્વો આશ્રમમાં ઘૂસી ન જાય તેનું ધ્યાન રાખવા આસારામની ખાસ સલાહ.
આસારામની આયુ, કિર્તિ અને  આરોગ્ય માટે હવે વર્લ્ડવાઇડ મહાજાપનું આયોજન.
આસારામે મારી શેખી, જેલ મારા માટે વૈકુંઠ સમાન છે ,ગેરકાનુની કામ કરનાર મારો શિષ્ય નહી હોય.

આસારામ સામે સેક્સના એક પછી આરોપો ઘડાઇ રહ્યાં છે, તેમ છતાંયે આસારામને જાણે કોઇ ઝાઝો ફરક પડ્યો હોય તેમ જણાતું નથી. આસારામે છેલ્લાં ચારેક દિવસથી તો સોશિયલ મિડિયા વોર તો છેડ્યું જ છે. આ ઉપરાંત આસારામે તેમના સાધકોને સંબોધતો એક પત્ર તેમની સત્તાવાર વેબસાઇટ પર મુકીને એવી શેખી મારી છે કે, જોધપુર પોલીસને જે કરવું હોય તે કરે, જે તપાસ કરવી હોય તે કરે, આપણને કંઇ થવાનું નથી. કેમકે,આપણે તો નિર્દોષ છીએ. આટલું ઓછું હોય તેમ, હવે આસારામના સ્વાસ્થ્ય, કિર્તીને લઇને વિશ્વવ્યાપી મહાજાપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આસારામ અને વિવાદ બંન્ને એક સિક્કાની બે બાજુ બની રહ્યાં છે. વિવાદોમાં ઘેરાયેલા આસારામે ફરી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. જોધપુર જેલમાંથી બેઠાં બેઠાં આસારામે સાધકોને સંબોધતા એક પત્ર લખ્યો છે. જે આસારામની સત્તાવાર વેબસાઇટ પર મુકવામાં આવ્યો છે. જેમાં આસારામે શાંતિનો સંદેશ આપવાની સાથે સાથે આડકતરી વાતો પણ લખી છે.





No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Receive All Free Updates Via Facebook.