સેન્ટ્રલ જેલમાં કેદ આસારામે નવું તરકટ કર્યું છે. તેમના કહેવા પ્રમાણે, તેઓ 'ત્રિનાડી શૂળ' નામની બિમારીથી પીડિત છે. આ સંદર્ભનો એક પત્ર જેલના મેનેજમેન્ટને લખવામાં આવ્યો છે. સેશન્સ જ્જ, જોધપુર ડિસ્ટ્રીક્ટને સંબોધીને લખવામાં આવેલા આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ સારવાર માટે નીતા નામની મહિલા વૈદ્યને આગામી આઠ દિવસ સુધી દરરોજ બે કલાક માટે મોકલવામાં આવે. 
દરમિયાન આસારામના સ્થાનિક વકીલ પ્રદીપ ચૌધરીના કહેવા પ્રમાણે, આવતા સોમવારે  હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે. જેલના વહીવટી તંત્રે તેના ફોરવર્ડિંગ લેટર સાથે આ પત્ર સેશન્સ કોર્ટને મોકલી આપ્યો છે. પત્રમાં આસારામે લખ્યું છે કે, પત્રમાં આસારામે લખ્યું છેકે, છેલ્લા બે-ત્રણ વર્ષોથી વૈદ્ય નીતા દ્વારા તેમનો ઈલાજ થઈ રહ્યો છે. આ માટે દરરોજ સરેરાશ બે કલાકનો સમય લાગે છે. પત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, નીતાનું સરનામું સ્થાનિક આશ્રમમાંથી મળી રહેશે. 
Source-Divya Bhasker

 

 
 
 
 
 
No comments:
Post a Comment